Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બેલોં ડિઓર અવૉર્ડ માટે બેન્ઝેમા ખરો હકદાર : મેસી

બેલોં ડિઓર અવૉર્ડ માટે બેન્ઝેમા ખરો હકદાર : મેસી

Published : 01 June, 2022 12:52 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારની ફાઇનલમાં મૅડ્રિડે લિવરપુલને ૧-૦થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી

કરીમ બેન્ઝેમા

કરીમ બેન્ઝેમા


વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલરને દર વર્ષે અપાતો ‘બેલોં ડિઓર’ અવૉર્ડ વિક્રમજનક સાત વખત જીતનાર આર્જેન્ટિના અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ કહ્યું કે ‘આ વર્ષના બેલોં ડિઓર અવૉર્ડ માટે રિયલ મૅડ્રિડનો સ્ટ્રાઇકર કરીમ બેન્ઝેમા જ હકદાર છે. તે પહેલી વાર આ પુરસ્કાર જીતશે એ દિવસ હવે દૂર નથી.’


આ વર્ષની ચૅમ્પિયન્સ લીગની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ દરમ્યાન સેકન્ડ હાફમાં બેન્ઝેમાના હૅટ-ટ્રિક ગોલને કારણે જ મેસીની પીએસજી ટીમ મૅડ્રિડના હાથે પરાજિત થતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. એ પછી ક્વૉર્ટર ફાઇનલમાં બેન્ઝેમાએ ચેલ્સી સામે ચાર ગોલ અને સેમી ફાઇનલમાં મૅન્ચેસ્ટર સિટી સામે ત્રણ ગોલ કર્યા હતા.



શનિવારની ફાઇનલમાં મૅડ્રિડે લિવરપુલને ૧-૦થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. મૅડ્રિડે સ્પૅનિશ લીગ પણ જીતી લીધી હતી અને બેન્ઝેમા એ ટુર્નામેન્ટમાં ટૉપ-સ્કોરર હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2022 12:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK