૩૪ વર્ષના મેસીએ ગયા વર્ષે જુલાઈમાં આર્જેન્ટિનાને કોપા અમેરિકા ટ્રોફી અપાવી હતી
લંડનની મૅચમાં ઇટલીને ૩-૦થી હરાવ્યા બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓએ લિયોનેલ મેસીને હવામાં ઉછાળીને જીત સેલિબ્રેટ કરી હતી. (તસવીર : એ. પી.)
લંડનમાં બુધવારે આર્જેન્ટિનાએ ઇટલીને ૩-૦થી હરાવીને પ્રથમ ફાયનલિસિમા ટ્રોફી જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટ દક્ષિણ અમેરિકા અને યુરોપના ચૅમ્પિયન દેશ વચ્ચે રમાઈ હતી. આર્જેન્ટિના
વતી લૉઉટેરો માર્ટિનેઝ, એન્જલ ડી મારિયા અને પોઉલો ડાયબાલાએ એક-એક ગોલ કર્યો હતો, પરંતુ એમાં લિયોનેલ મેસીનો મોટો ફાળો હતો. ૩૪ વર્ષના મેસીએ ગયા વર્ષે જુલાઈમાં આર્જેન્ટિનાને કોપા અમેરિકા ટ્રોફી અપાવી હતી. હવે મેસીએ આર્જેન્ટિનાને પોતાના તરફથી પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ અપાવવાની મનોમન તૈયારી કરી લીધી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)