મલાડ-વેસ્ટમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે પ્રારંભ થયો હતો
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
શ્રી શ્યામ યુવા મંડળ અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, મુંબઈ દ્વારા આયોજિત યુવા કપ-૨૦૨૨ (ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ)નો ગઈ કાલે સર જે. પી. સ્પોર્ટ્સ અરીના ગ્રાઉન્ડ ૧, ભૂમિ પાર્ક, ફેસ-ટૂ રોડ, જનકલ્યાણ નગર, મલાડ-વેસ્ટમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે પ્રારંભ થયો હતો. ઓપનિંગ સેરેમનીમાં મુંબઈ નૉર્થના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી ઉપરાંત જયસુખભાઈ સાપરા, દીપકભાઈ ચૌહાણ, લાલજીભાઈ સોલંકી, પ્રવીણભાઈ ચૌહાણ, જિતુભાઈ ચાવડા, મહેશભાઈ જાદવ અને પંકજભાઈ રાઠોડ સહિત સમાજના અનેક અગ્રણીઓેએ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગઈ કાલે ૧૫ રોમાંચક મુકાબલા બાદ આજે ફાઇનલ સહિત બાકીના ૧૫ મુકાબલા થશે. ૮-૮ ઓવરનો ફાઇનલ જંગ સાંજે પાંચ વાગ્યાની આસપાસ શરૂ થશે અને ત્યાર બાદ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની યોજાશે. કડિયા સમાજના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ‘મિડ-ડે’ આ ટુર્નામેન્ટમાં મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)