ભૂતપ્રેતમાં માનનારા લોકો આ વિડિયો જોઈને ચોક્કસ એની પાછળ કોઈ અસામાન્ય શક્તિ હોવાની ધારણા બાંધી શકે છે.
આ સાઇકલરિક્ષામાં ભૂત છે
ભૂતપ્રેત છે કે નહીં એ ચર્ચાનો વિષય છે, પરંતુ હાલમાં ફેસબુક પર એક વિચિત્ર વિડિયો વાઇરલ થયો છે જે તમને આશ્ચર્યમાં ચોક્કસ મૂકી શકે છે. ભૂતપ્રેતમાં માનનારા લોકો આ વિડિયો જોઈને ચોક્કસ એની પાછળ કોઈ અસામાન્ય શક્તિ હોવાની ધારણા બાંધી શકે છે.
આ વિડિયો લિમોન સરકારે પોસ્ટ કર્યો છે, જેમાં વાવાઝોડા દરમ્યાન એક વ્યસ્ત રસ્તો જોઈ શકાય છે. ક્લિપમાં થોડી સેકન્ડ વીત્યા પછી એક સાઇકલરિક્ષા ધીમેકથી રસ્તા પર આગળની તરફ સરકી રહેલી જણાય છે. ધ્યાનથી જોઈએ તો સાઇકલરિક્ષામાં કોઈ ચાલક કે સવાર બેઠો નથી. સાઇકલરિક્ષા વ્યસ્ત રસ્તા પર ધીમે રહીને ટ્રાફિકને અસર ન થાય એ રીતે આગળ વધે છે અને પછી ફરીથી પાછળની તરફ સરકે છે. હવે આવે છે મૂળ વાત. વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘ઑટો વૉઇસ કમાન્ડ અને ઑટો પાર્કિંગવાળી ટેસ્લા સાઇકલરિક્ષા.’ આ વિડિયોને અત્યાર સુધી ૭.૬૦ લાખ વ્યુઝ અને સેંકડો રીઍક્શન્સ મળ્યાં છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)