જોઈએ આવાં કેટલાંક ઉપકરણો...
પર્સનલ સબમરીન
દુનિયામાં એવી ઘણી મોંઘી વસ્તુઓ છે જે માત્ર અબજોપતિને જ પરવડી શકે. આમ જોવા જઈએ તો આ વસ્તુ કંઈ ખાસ ઉપયોગી નથી, પરંતુ જેની પાસે પૈસા છે એવા લોકો જરૂર એને પોતાની શાન માટે રાખી શકે છે. જોઈએ આવાં કેટલાંક ઉપકરણો...
પર્સનલ સબમરીન
ADVERTISEMENT
કેટલાક શ્રીમંતો માટે કાર, બોટ અને પ્લેન હોવું પૂરતું નથી. તેઓ ટ્રાઇટોનની પર્સનલ સબમરીન ખરીદે છે, જેમાં બેસીને તમે આરામથી દરિયામાં પ્રવાસ કરી શકો છે. એ સબમરીનમાં માત્ર બે જ વ્યક્તિ બેસી શકે છે. આ સબમરીન ૬૬૦ ફુટ ઊંડે જઈ શકે છે, જે સ્કૂબા કરતાં પાંચ ગણી વધુ છે. આ સબમરીનની કિંમત ૩.૫ મિલ્યન ડોલર એટલે કે ૨૭ કરોડ રૂપિયા છે.
માર્ટિન જેટપૅક
જો તમે પૈસાદાર છો અને ઊડવાનું તમને ગમે છે તો તમે ૧,૫૦,૦૦૦ ડૉલરથી લઈને ૨,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧.૧૬ કરોડથી ૧.૯૪ કરોડ રૂપિયા)નો તમારો અંગત જેટપૅક ખરીદી શકો છે. માર્ટિન જેટપૅકની ક્ષમતા ૧૦૦ કિલોની છે અને એની મદદથી દોઢ કલાક સુધી ઊડી શકાય છે. એની સ્પીડ ૬૨ માઇલ પ્રતિ કલાક છે અને ૫૦૦૦ ફુટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. સલામતી માટે એમાં પૅરૅશૂટ પણ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)