ફ્રન્સેસાએ બિલાડી સાથેનો તેનો ફોટો શૅર કર્યો હતો
માલિક ફ્રન્સેસા બૉર્ડિયર તેની કૅટ સાથે
અમેરિકામાં ઑનલાઇન એજ્યુકેશનને લીધે આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં એક બિલાડી પણ ગ્રૅજ્યુએટ થઈ છે. એની માલિક ફ્રન્સેસા બૉર્ડિયર તાજેતરમાં યુનિવર્સિટી ઑફ ટેક્સસમાંથી ગ્રૅજ્યુએટ થઈ હતી. જોકે તેની કૅટ સુકીએ પણ આ અચીવમેન્ટ મેળવી છે. ફ્રન્સેસાની જેમ સૂકી પણ ડેડિકેટેડ સ્ટુડન્ટ હતી. તે આ કોર્સમાં દરેક ઝૂમ લેક્ચર અટેન્ડ કરતી હતી. ફ્રન્સેસાએ બિલાડી સાથેનો તેનો ફોટો શૅર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોગ્રાફ શૅર કરીને તેણે લખ્યું હતું કે ‘હા, મારી સાથે મારી બિલાડીએ પણ દરેક ઝૂમ લેક્ચર અટેન્ડ કર્યા હતા, એટલે અમે બન્ને સાથે ટેક્સસ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયાં.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)