Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : યમુનોત્રી નૅશનલ હાઇવે પર બસ ખીણમાં પડતાં બાવીસ જણનાં મૃત્યુ

ન્યુઝ શોર્ટમાં : યમુનોત્રી નૅશનલ હાઇવે પર બસ ખીણમાં પડતાં બાવીસ જણનાં મૃત્યુ

Published : 06 June, 2022 09:28 AM | Modified : 06 June, 2022 11:53 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અવકાશમાં પણ ચીનનો દબદબો અને વધુ સમાચાર

આંખ ખોલનારી તસવીર : કલકત્તામાં વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેએ માનવવસ્તી પર ક્લાઇમેટ ચેન્જની અસર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડેમોન્સ્ટ્રેશન કરી રહેલા સ્વયંસેવકો. તેમણે ફાંસીનો ફંદો ગળામાં પહેરીને બતાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જથી માનવજાત માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.

આંખ ખોલનારી તસવીર : કલકત્તામાં વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેએ માનવવસ્તી પર ક્લાઇમેટ ચેન્જની અસર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડેમોન્સ્ટ્રેશન કરી રહેલા સ્વયંસેવકો. તેમણે ફાંસીનો ફંદો ગળામાં પહેરીને બતાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જથી માનવજાત માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.


યમુનોત્રી નૅશનલ હાઇવે પર બસ ખીણમાં પડતાં બાવીસ જણનાં મૃત્યુ


દેહરાદૂન : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગઈ કાલે એક દુર્ઘટનામાં બાવીસ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે છ જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. અહીં મુસાફરોથી ભરેલી એક બસ ૨૦૦ મીટર ઊંડી ખીણમાં પડી હતી. મધ્ય પ્રદેશથી આવેલા મુસાફરોની આ બસને યમુનોત્રી નૅશનલ હાઇવે પર ડામટા અને બર્નિગાડ વચ્ચે આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો ચારધામ યાત્રા પર જઈ રહ્યા હતા. ઉત્તરકાશી પોલીસ અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ બસમાં તીર્થયાત્રી અને ડ્રાઇવર સહિત ૩૦ જણ હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસનો ડ્રાઇવર બે દિવસથી સૂતો નહોતો એમ કહેવામાં આવી રહ્યું છે. ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની સાથે આ દુર્ઘટના વિશે વાત કરી હતી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ‘આ તમામ મુસાફરો મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના છે. દુર્ઘટના બાદ તરત જ ઍમ્બ્યુલન્સની સાથે મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.’



 


પર્યાવરણના જતન માટે ‘સાઇકિલ હૈ સદા કે લિએ’


મુંબઈ : વાહનોમાંથી નીકળતા કાર્બનને કારણે પર્યાવરણને થતું નુકસાન રોકવા અને સાઇકલિંગને પ્રમોટ કરવાના ઉદ્દેશ સાથે ગઈ કાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈ પોલીસ દ્વારા આયોજિત કરાયેલી સાઇકલ-રૅલીમાં ૫૦૦૦ કરતાં વધુ મુંબઈગરાઓએ ભાગ લઈને પર્યાવરણના જતનનો મેસેજ આપ્યો હતો. મુંબઈના વિવિધ ભાગોમાંથી કુલ પાંચ જગ્યાએથી રૅલીમાં જોડાયેલા આ મુંબઈગરા બાંદરા રેક્લેમેશન ખાતે ભેગા થયા હતા અને ત્યાર બાદ બાંદરા-વરલી સી લ‌િન્ક પરથી રેસકોર્સ પહોંચ્યા હતા જ્યાં રૅલીનું સમાપન થયું હતું. આ રૅલીમાં મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે પણ ભાગ લીધો હતો. એ સિવાય બાળકોથી લઈને મોટેરાઓ અને સિનિયર સિટિઝન જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો, બધા જ લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. 

 

અવકાશમાં પણ ચીનનો દબદબો : સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે ત્રણ અવકાશયાત્રીઓને મોકલ્યા

બીજિંગ : પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફરતા સ્પેસ સ્ટેશનના નિર્માણકાર્યને પૂર્ણ કરવા માટે ગઈ કાલે ચીને છ મહિના માટે ત્રણ અવકાશયાત્રીઓને મોકલ્યા હતા. અવકાશયાત્રીઓ ચેન ડોન્ગ, લિયુ યાંગ અને કાઈ ઝુઝને લઈને જતા અવકાશયાનને ચીનના જીયુકવાન સૅટેલાઇટ લૉન્ચિંગ સેન્ટરમાંથી મોકલવામાં આવ્યું હતું. આ ત્રણેય તિઆંગોંગ સ્પેસ સ્ટેશનના નિર્માણકાર્યને પૂર્ણ કરવામાં મદદ કરશે તેમ જ એને સિંગલ મોડ્યુલ સ્ટ્રક્ચરમાંથી નૅશનલ સ્પેસ લૅબોરેટરી સહિત ત્રણ મોડ્યુલનું બનાવશે. અવકાશયાનને મોકલવાની સમગ્ર પ્રક્રિયાનું લાઇવ કવરેજ કરવામાં આવ્યું હતું. અગાઉ મોકલવામાં આવેલા ત્રણ અવકાશયાત્રીઓ એપ્રિલ મહિનામાં પાછા ફર્યા હતા. નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ ચીન પોતાનું સ્પેસ સ્ટેશન ધરાવનાર એકમાત્ર દેશ બનશે. ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન ઑફ રશિયાના પ્રોજેક્ટમાં ઘણા બધા ભાગીદાર છે. થોડાંક વર્ષોમાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને નિવૃત્ત કરવામાં આવશે, ત્યાર બાદ એકમાત્ર ચીનનું જ સ્પેસ સ્ટેશન અવકાશમાં રહેશે. આ વર્ષે ચીન ૧૪૦થી વધુ અવકાશયાનોને અવકાશમાં મોકલશે. 

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2022 11:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK