Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રક્ષાબંધન કરવા જઈ રહેલા પરિવારની બાઇક ખાડામાં પડતાં મહિલા અને દીકરી ગંભીર ઘાયલ

રક્ષાબંધન કરવા જઈ રહેલા પરિવારની બાઇક ખાડામાં પડતાં મહિલા અને દીકરી ગંભીર ઘાયલ

Published : 23 August, 2021 12:07 PM | Modified : 18 August, 2023 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈ-ભિવંડી રોડ પર રસ્તા પર પડેલા ખાડાને કારણે અવારનવાર અકસ્માત થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રક્ષાબંધન કરવા જઈ રહેલા પરિવારનો વસઈ-ભિવંડીના કામન રોડ પર ખાડામાં બાઇક જતાં અકસ્માત થયો હતો. એમાં ૨૦ વર્ષની સુશીલા ગોરે અને તેની દોઢ જ વર્ષની દીકરી વૈભવી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં, જ્યારે ૨૬ વર્ષના સંદેશ ગોરેને મામૂલી ઈજા થઈ છે. વસઈ-ભિવંડી રોડ પર રસ્તા પર પડેલા ખાડાને કારણે અવારનવાર અકસ્માત થાય છે. આ બાબતે ઘણી વાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં હોવાનો આક્ષેપ ગ્રામવાસીઓએ કર્યો છે.


વસઈના કામનમાં રહેતો સંદેશ ગોરે, પત્ની સુશીલા અને દીકરી વૈભવી વસઈ-ભિવંડી રોડ પર પાયે બ્રાહ્મનપાડામાં રહેતા સુશીલાના ભાઈને રાખડી બાંધવા માટે જઈ રહ્યાં હતાં ત્યારે બપોરે એક વાગ્યે તેઓ પાયે નાકા પર પહોંચ્યાં હતાં. એ વખતે તેમની બાઇક મોટા ખાડામાં જતાં અકસ્માત થયો હતો અને તેઓ ત્રણે રોડ પર પટકાયાં હતાં. એમાં સુશીલા અને તેની દીકરી વૈભવીને માથામાં, કમરમાં, હાથ-પગમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે સંદેશને કેટલીક મામૂલી ઈજા થઈ છે.



અકસ્માત થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સુશીલા અને તેની દીકરીને ભિવંડીના અંજુરફાટા પાસે આવેલી સ્પેક્ટ્રમ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2023 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK