૧૧ એપ્રિલથી ૧૦ મે ૨૦૨૨ સુધી એટલે કે એક મહિના માટે આ વિસ્ટાડોમ કોચ ટ્રેન સાથે જોડવામાં આવશે
શતાબ્દી એક્સપ્રેસમાં મૂકવામાં આવનારા વિસ્ટાડોમ કોચની તસવીર
રેલયાત્રીઓને વધુ સારો અનુભવ કરાવવા પશ્ચિમ રેલવે દ્વારા ૧૧ એપ્રિલથી અસ્થાયી રીતે મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કૅપિટલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ જોડવાનો નિર્ણય કરાયો છે. ૧૧ એપ્રિલથી ૧૦ મે ૨૦૨૨ સુધી એટલે કે એક મહિના માટે આ વિસ્ટાડોમ કોચ ટ્રેન સાથે જોડવામાં આવશે. આ વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી સીટ અને એક ઑબ્ઝર્વેશન લાઉંજ હશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)