વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ હીટ વેવની આગાહી
પ્રતીકાત્મક તસવીર
આજથી આગામી ચાર–પાંચ દિવસ ગુજરાતમાં આવતા હોવ તો જરા તકેદારી રાખજો, આ દિવસો દરમ્યાન કાળઝાળ ગરમી સાથે હીટ વેવની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ચાર દિવસ હાઈ ટેમ્પરેચર રહેવાની શકયતા સાથે ગરમીનો પારો ૪૪ ડિગ્રીને ટચ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર–કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે ૪૩ ડિગ્રી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આટલા ઊંચા તાપમાન સાથે હીટ વેવ પણ રહેશે એટલે અમદાવાદના નાગરિકોને ગરમી સહન કરવી પડશે. અમદાવાદ ઉપરાંત આજથી પાંચ દિવસ માટે વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)