ગઈ કાલે સાંજે ગણેશપૂજન કર્યા બાદ ૪૨૦૦ મેમ્બર્સ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરત ડાયમન્ડ બુર્સના શ્રીગણેશ
સુરત ડાયમન્ડ બુર્સમાં પહેલવહેલા ગણેશ બેસાડીને ગઈ કાલે સાંજે ગણેશપૂજન કર્યા બાદ ૪૨૦૦ મેમ્બર્સ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ સહસ્ર દીવડાની આરતી થઈ ત્યારે રાતના સમયે પણ પ્રકાશમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા સભ્યો માટે આયોજિત કરાયેલો આ ગણેશપૂજનનો પહેલો જ કાર્યક્રમ હતો. આ મહાઆરતીનું ડ્રોન કૅમેરા દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં મોટા ભાગના સભ્યોને તેમની ઑફિસનું પઝેશન મળી ગયું છે અને સભ્યો દ્વારા ફર્નિચરનાં કામ પણ આટોપી લેવાયાં છે. બેથી ત્રણ મહિનામાં બુર્સનું વિધિવત્ ઉદ્ઘાટન કરીને બુર્સ શરૂ કરવામાં આવશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)