અધિકારીએ જણાવ્યું કે શહેરના નવા બંદર રોડ પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના ભાવનગર શહેરમાં બુધવારે વહેલી સવારે ડમ્પર સાથે અથડામણમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે “ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો અને આગળની સીટ પર બેઠેલા બે લોકો ફસાઈ ગયા હતા.” તેમણે કહ્યું કે “પીડિતોને કારમાંથી બહાર કાઢવામાં બચાવ ટીમને સમય લાગ્યો હતો.”
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું કે “શહેરના નવા બંદર રોડ પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.” તેમણે કહ્યું કે “કાર નવા બંદર તરફ જઈ રહી હતી.”
પોલીસે જણાવ્યું કે “કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ ધર્મેશ ચૌહાણ (28), હરેશ રાઠોડ (30), ધર્મેશ પરમાર (22) અને રાહુલ રાઠોડ (25) તરીકે થઈ છે.”
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)