ગરમીના પ્રકોપથી લોકોના હાલ બેહાલ થયા હતા
ફાઇલ તસવીર
ગુજરાત જાણે કે અગનભઠ્ઠી બની ગયું હોય તેમ ગઈ કાલે એકસાથે ગુજરાતનાં ઘણાં બધાં શહેરોમાં ગરમીનો પારો ૪૫ને પાર થયો હતો. અમદાવાદ અને ગાંધીનગરના શહેરીજનો તો ૪૫.૮ ડિગ્રીના તાપથી રીતસરના શેકાઈ ગયા હતા. માત્ર અમદાવાદ જ નહીં; સુરેન્દ્રનગર, ડીસા અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૪૫ ઉપર પહોંચી ગયો હતો અને ગરમીના પ્રકોપથી લોકોના હાલ બેહાલ થયા હતા. ગુજરાતમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આટલું ઓછું હોય તેમ આજે અને આવતી કાલે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)