તેની ક્રીએટિવિટીથી રેમો ખૂબ જ પ્રભાવિત થયો છે
રેમો ડિસોઝા
‘DID Li’l માસ્ટર’ની સીઝન પાંચને જજ કરનાર રેમો ડિસોઝાએ સ્કિપર પૉલ માર્શલને તેની આગામી ફિલ્મમાં ગીતની કોરિયોગ્રાફી કરવાની ઑફર આપી છે. તેની ક્રીએટિવિટીથી રેમો ખૂબ જ પ્રભાવિત થયો છે. આ રિયલિટી શો ઝીટીવી પર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ શોમાં ગીતા કપૂર, ટેરેન્સ લુઇસ અને રેમો ડિસોઝા જજની ખુરશી પર છે. ૨૦૦૯થી શરૂ થયેલો આ શો આજે વૈશ્વિક સ્તરે પહોંચી ગયો છે. દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ જજને ખૂબ પ્રભાવિત કર્યા છે. એવા કેટલાય કૉન્ટેસ્ટન્ટ્સ છે જેણે પોતાની ટૅલન્ટથી સૌને મંત્રમુગ્ધ કર્યા છે. એવો જ એક પર્ફોર્મન્સ હતો સાગરનો, જેને પૉલ માર્શલે કોરિયોગ્રાફ કર્યો હતો. શરૂઆતથી જ તેનો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. આ વખતે પણ તેનો પર્ફોર્મન્સ વખાણવાલાયક રહ્યો છે. તેનો પર્ફોર્મન્સ જોઈને પૉલ માર્શલની પ્રશંસા કરતાં રેમોએ કહ્યું કે ‘પહેલા દિવસથી જ અમે આ શોમાં તારી ક્રીએટિવિટી જોતા આવ્યા છીએ. જો કોઈ પણ તને ચૅલન્જ આપે તો બાદમાં તેને પસ્તાવો થવાનો જ છે. તું સ્ટેજ પર અનોખી વસ્તુ લઈને આવે છે. મને લાગે છે કે મારી આગામી ફિલ્મમાં હું કોઈ પણ ગીત કરું, મને ખાતરી છે કે તારી મદદની જરૂર મને પડશે. મને તારા પર પૂરો ભરોસો છે. બૉલીવુડની કોઈ પણ ફિલ્મ માટે કોઈ પણ ઍક્ટર સાથે તું કામ કરીશ તો એ ઍક્ટર, એ ડિરેક્ટર અને એ ફિલ્મની તો લાઇફ બની જશે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)