ક્લિપમાં કોમિંગ દરમાવન નામનો ફોટોગ્રાફર આ પ્લેનની પાંખ પર ચાલતો જોવા મળ્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ડોનેશિયાના બાલીના એક ફોટોગ્રાફરની એક ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
આ વિડિયો અર્થપિક્સ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક રિટાયર્ડ બોઇંગ વિમાન જોવા મળે છે. આ વિમાન દરિયાકિનારે શાનદાર જગ્યાએ એક ખડક પર મૂકવામાં આવ્યું હતું. ક્લિપમાં કોમિંગ દરમાવન નામનો ફોટોગ્રાફર આ પ્લેનની પાંખ પર ચાલતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ ફોટોગ્રાફર ચાલીને પ્લેનની વિન્ગના છેડે આવીને ઊભો રહી ગયો હતો. એમ લાગતું હતું કે તે મોતના મુખ નજીક જઈને ઊભો છે. પ્લેનની વિન્ગ સહેજ પણ હલી હોત તો ઊંડી ખીણમાં પડ્યો હોત.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)