હસબન્ડને શું ગમે છે એ તેને પૂછીને જ હું કોઈ ચેષ્ટા કરતી હોઉં છું.
પ્રતીકાત્મક તસવીર
સેક્સલાઇફમાં હું ખૂબ નિખાલસ રહી છું અને એટલે જ સેક્સ પછી અમે બન્ને ક્યારેક અમારા જૂના અનુભવો શૅર કરીએ છીએ. હસબન્ડને શું ગમે છે એ તેને પૂછીને જ હું કોઈ ચેષ્ટા કરતી હોઉં છું. જોકે મેં ઘણી વાર જોયું છે કે અમુક વખતે તેને એ ચેષ્ટા ગમે છે અને ખૂબ જ ઉત્તેજિત કરે છે, પણ અમુક વખતે એ જ ચેષ્ટાથી તે એવી રીતે પડી રહે છે જાણે કે ડેડ-બૉડી હોય. ક્યારેક તે થોડાક દિવસ પછી કહે છે કે ફલાણા દિવસે તેને કોઈ એક્સાઇટમેન્ટ નહોતું. બાય ધ વે, તેમને ઓરલ સેક્સમાં બહુ મજા આવે છે, પણ તેઓ દર વખતે એવી આર્ગ્યુમેટ કરે છે કે ઓરલ સેક્સથી ઇન્ફેક્શન લાગશે. ઓરલ સેક્સ વિના પણ તેઓ ઘણી વાર મને કહે છે કે તેમને ઍક્ટમાંથી આનંદ તો આવ્યો જ છે. ખરેખર એવું જ હશે કે પછી મારો હસબન્ડ મને સારું લાગે એ માટે ખોટું બોલી રહ્યો છે? પુરુષોના એક્સાઇટમેન્ટનાં લક્ષણો કેવી રીતે જાણી શકાય?
વિલે પાર્લે
એક વખત રજનીશે બહુ સરસ વાત કહી હતી. ફીમેલનું ઑર્ગેઝમ છીંક જેવું હોય છે. ઘણી વાર આવું-આવું થતી છીંક ક્યારેક આવે પણ ખરી અને ન પણ આવે. એક જ ચેષ્ટાને કારણે ક્યારેક ખૂબ એક્સાઇટમેન્ટ અનુભવાય અને ક્યારેક એ જ ચેષ્ટા છતાં એટલું એક્સાઇટમેન્ટ ન પણ અનુભવાય. જોકે આ વાત ફીમેલની છે. મેલનું એક્સાઇટમેન્ટ બહુ સરળ છે - તેની પેનિસની હાર્ડનેસ અને એમાંથી થતું સ્પર્મ ડિસ્ચાર્જ. જો એ થતું હોય તો પુરુષ એક્સાઇટમેન્ટના લેવલ પર પહોંચ્યો છે એવું સહજ અને સરળ રીતે જાણી લેવું.
એવું બની શકે કે ઘણી વાર પેનિસ હાર્ડ થયા પછી પણ એમાંથી સ્પર્મ ડિસ્ચાર્જ ન થાય. જોકે એવું થવાનો અર્થ એવો નથી કે તેણે એક્સાઇટમેન્ટ લેવલ મેળવ્યું નથી. ૪૦ પછીની અવસ્થામાં એવું બનતું હોય છે. તમે તમારી કે તમારા હસબન્ડની એજ લખી નથી એટલે એ બાબતમાં સ્પષ્ટતા કરી શકાય નહીં; પણ હા, તમે એક વાત બહુ સારી કરો છો કે તમે હસબન્ડ-વાઇફ આ બાબતમાં ચર્ચા કરો છો. આપણે ત્યાં આજે પણ સેક્સ બંધ લાઇટનો જ મુદ્દો રહ્યો છે. એવા સમયે સેક્સની બાબતમાં આટલી જાગૃતિ હસબન્ડ-વાઇફ બન્ને રાખે એ અનિવાર્ય અને જરૂરી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)