Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

Published : 03 June, 2022 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રેડ વગરની પીત્ઝા ટોસ્ટર સૅન્ડવિચ




કાશ્મીરા નાયક, દહિસર-ઈસ્ટ


સામગ્રી : બહારના પડ માટે : ૧ કપ રવો, એક ચમચી ચોખાનો લોટ, એક કપ દહીં, મીઠું અને અડધી ટીસ્પૂન ઇનો
સ્ટફિંગ માટેલ : ૧ કપ બાફેલા બટાટાનો માવો, મીઠું, લાલ, લીલાં અને પીળાં કૅપ્સિપકમની સ્લાઇસ, કાંદા અને ટમેટાંની સ્લાઇસ, પીત્ઝા સૉસ, ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ, લીલા મરચાં, ચાટ મસાલો, કોથમીર, બે અમૂલ ચીઝ ક્યુબ.
પીરસતી વખતે : અમૂલ બટર, ગ્રીન ચટણી અને સૉસ
રીત : રવો, લોટ અને દહીંમાં સ્વાદ અનુસાર મીઠું અને જોઈતું પાણી નાખીને મિક્સ કરી જાડું ખીરું બનાવો અને ૧ કલાક સુધી રહેવા દો. હવે બટાટાના માવામાં મીઠું, લાલ મરચું, ઑરેગૅગનો અને ચિલી ફ્લેક્સ અને કોથમીર નાખીને પૂરણ તૈયાર કરો. સૅન્ડવિચ ટોસ્ટરમાં બટરથી ગ્રીસ કરો. સાઇડ પર રાખેલા રવાના ખીરામાં ઇનો નાખી બે મ‌િનિટ સરખું હલાવીને ટોસ્ટરમાં એક ચમચો ખીરું રેડીને પાતળું પડ બનાવી ધીમા તાપે એકથી બે મિનિટ ગૅસ પર રાખો. હવે સાચવીને ખોલો. અંદરના પડ પર પીત્ઝા સૉસ લગાડી ઉપર થોડું બટાટાનું પૂરણ ભરો. હવે એના પર ત્રણેય કૅપ્સિકમની સ્લાઇસ, કાંદા-ટમેટાંની સ્લાઇસ મૂકો. એના પર ચાટ મસાલો ભભરાવો. હવે ફરીથી એના પર બટાટાના પૂરણનું પાતળું પડ કરી, રવાનું મિશ્રણ રેડો અને ટોસ્ટર બંધ કરી ગૅસ પર ધીમા તાપે શેકો. બેથી ત્રણ મ‌િનિટ બન્ને તરફ ધીમા તાપે શેકવું. નૉર્મલ બ્રેડ કરતાં થોડું વધારે શેકવું પડે છે. હવે ટોસ્ટર ખોલીને ઉપર બટર લગાવો. ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ અને ચીઝથી ગાર્નિશ કરો. ચીઝનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ રાખવું. પીરસવા માટે ગ્રીન ચટણી અને પીત્ઝા સૉસનો ઉપયોગ કરો. 
ટિપ : બટાટાનું પૂરણ હળદર અને ગરમ મસાલો નાખીને પણ બનાવી શકાય. પીત્ઝા સૉસને બદલે ચટણી વાપરી શકાય. ગ્રીન ચટણી જાડી રાખવી. 
જૈન વર્ઝન માટે કાચાં કેળાં વાપરી શકાય. કાંદાને બદલે કોબીની જાડી સ્લાઇસ વાપરી શકાય.

 


મલ્ટિગ્રેન મૂઠિયા ચાટ

બિન્દુ ચંદ્રકાંત ઠક્કર, માટુંગા-ઈસ્ટ

સામગ્રી : અડધો કપ જવનો લોટ, અડધો કપ રાગીનો લોટ, અડધો કપ બેસનનો લોટ, અડધો કપ ઓટ્સ, અડધો કપ બાજરીનો લોટ, અડધો કપ ચોખાનો લોટ, ૧ કપ દૂધી, અડધો કપ દહીં, બે સ્પૂન મરચું, ૧ સ્પૂન હળદર, અડધી સ્પૂન અજમો, ૧ સ્પૂન ધાણાજીરું, ૧ સ્પૂન મીઠું, ૧ કપ દહીં, અડધો કપ ચટણી, દાડમ, કોથમીર, અડધો કપ રવો.
રીત : બધા લોટને પ્રોપર મિક્સ કરી લો. એક વખત મિક્સર જારમાં પીસી લો. સરખા મિક્સ થઈ જાય ત્યાં સુધી. એક બાઉલમાં દૂધી છીણી એમાં દહીં અને બધા મસાલા મિક્સ કરો. લસણની પેસ્ટ નાખો. એને બે મિનિટ માટે હલાવીને બધો મસાલો સરખો મિક્સ કરો. હવે એમાં લોટ નાખીને ફરી મિક્સ કરી દો. આ મિશ્રણને ડોનટ્સ જેવો શેપ આપીને ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો. ઠંડું પડે એટલે એને દહીં, ચટણી, કોથમીર, દાડમથી ગાર્નિશ કરીને સર્વ કરો.

 

ચીઝી પનીર ટિક્કા ડિશ

હિમાની રાજેશ ઉદેશી, વિલે પાર્લે-વેસ્ટ

સામગ્રી : બે ટેબલસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, પોણી ટીસ્પૂન ધાણાજીરું, પા ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન જીરાનો પાઉડર, અડધી ટીસ્પૂન સંચળ પાઉડર, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર.
મેરીનેસનની રીત :  ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની અંદર અડધી ચમચી આદું-લસણની પેસ્ટ, અડધી ચમચી લીંબુનો રસ, આશરે અડધી ચમચી શેકેલો ચણાનો લોટ, અડચી ચમચી કસુરી મેથી અને અડધો કપ ઘટ મોળું દહીં ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને બાજુએ મૂકી રાખો. મેરીનેસન રેડી છે. 
સ્ટફિંગ માટે : ૧૫૦ ગ્રામ પનીર લઈ એના નાના ટુકડા કરવા. એમાં અડધી વાટકી બારીક સમારેલાં કૅપ્સિકમ, અડધી વાટકી બી કાઢી નાખીને બારીક સમારેલાં ટમેટાં, અડધી વાટકી બારીક સમારેલા કાંદાને મિક્સ કરો અને હવે એ બધાને મેરીનેસનમાં ઉમેરો. નૉનસ્ટિક પૅનમાં થોડું તેલ લઈને બેથી ત્રણ મિનિટ સાંતળો અને ઠંડું થવા દો. 
ફુદીના મેયોનીઝની ચટણી : બે ટીસ્પૂન આપણી નૉર્મલ ફુદીના-કોથમીરની ચટણી લઈ એમાં બે ચમચી મેયોનીઝ મિક્સ કરવું. હવે બ્રાઉન અથવા વાઇટ બ્રેડની સ્લાઇસ લઈને એ સ્લાઇસને વાટકીની મદદથી ગોળાકાર કાપો. હવે એનાથી થોડી નાની વાટકી લઈને રિંગ તૈયાર કરો. ગોળાકાર કાપેલા બ્રેડ પર ચટણી લગાવી દો. એના પર પેલી કાપેલી રિંગને કિનારી પર ચોંટાડો. વચ્ચેની જગ્યા છે એમાં પનીર-ટિક્કાનું તૈયાર કરેલું ફીલિંગ ભરો. આ રીતે બધી ડિશ તૈયાર કરો અને એના પર ચીઝ ઉમેરો. ત્યાર પછી બેકિંગ ટ્રેને બટરથી ગ્રીસ કરીને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર પાંચથી સાત મિનિટ બેક કરવું. ક્રિસ્પી ચીઝી પનીર ટિક્કા ડિશ રેડી છે. 
ખાસિયત : આ ડિશ નાના-મોટા બધાને ભાવે છે અને જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જશે. 

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2022 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK