રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સમાં હવે વિવેક ઑબેરૉયનો પણ સમાવેશ થયો છે.
વિવેક ઑબેરૉય
રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સમાં હવે વિવેક ઑબેરૉયનો પણ સમાવેશ થયો છે. રોહિત હવે તેના કૉપ યુનિવર્સને વેબ પ્લૅટફૉર્મ પર લઈ ગયો છે. ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં સિદ્ધાર્થ મલ્હોત્રાને પસંદ કરવામાં આવ્યો છે. આ વેબ-શોમાં પહેલી વાર મહિલા પોલીસ એટલે કે શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ જોવા મળશે. હવે એમાં મોસ્ટ એક્સ્પીરિયન્સ્ડ પોલીસ-ઑફિસર તરીકે વિવેકને પસંદ કરવામાં આવ્યો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેકે કૅપ્શન આપી હતી કે ‘રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોડાઈને સુપરકૉપ બનવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. આ અદ્ભુત રોલ દ્વારા મારા પર વિશ્વાસ કરવા બદલ હું તારો આભાર માનું છું રોહિત. મારા બે સુપરકૉપ સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે ઍક્શન કરવા માટે ઉત્સુક છું. ખાખીમાં હિરોઇઝમ દેખાડીશું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)