ઍમેઝૉન પ્રાઇમ વિડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રતીક ગાંધીની ‘મૉડર્ન લવ મુંબઈ’ને ૧૩ મેએ સ્ટ્રીમ કરવામાં આવશે.
‘મૉડર્ન લવ મુંબઈ’ ૧૩ મેએ થશે સ્ટ્રીમ
ઍમેઝૉન પ્રાઇમ વિડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રતીક ગાંધીની ‘મૉડર્ન લવ મુંબઈ’ને ૧૩ મેએ સ્ટ્રીમ કરવામાં આવશે. ન્યુ યૉર્ક ટાઇમ્સ કોલ્મ ‘મૉડર્ન લવ’ પરથી અમેરિકન રોમૅન્ટિક કૉમેડી ઍન્થોલૉજી બનાવવામાં આવી હતી. આ શોનું ઇન્ડિયામાં ત્રણ લોકેશન પર સ્ટોરી બનાવવામાં આવશે જેમાંથી એક ‘મૉડર્ન લવ મુંબઈ’ છે. આ ઍન્થોલૉજીને વિશાલ ભારદ્વાજ, હંસલ મહેતા, શોનાલી બોઝ, ધ્રુવ સહગલ, અલંક્રિતા શ્રીવાસ્તવ અને નૂપુર અસ્થાના ડિરેક્ટ કરશે. શોનાલી બોઝની ‘રાત રાની’માં ફાતિમા સના શેખ, ભૂપેન્દ્ર જદાવત અને દિલીપ પ્રભાવળકર જોવા મળશે. હંસલ મહેતાની ‘બાઈ’માં તનુજા, પ્રતીક ગાંધી અને રણવીર બ્રાર જોવા મળશે. વિશાલ ભારદ્વાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘મુંબઈ ડ્રૅગન’માં યેઓ યેન યેન, મિયાંગ ચેન્ગ, વામિકા ગબ્બી અને નસીરુદ્દીન શાહ જોવા મળશે. અલંક્રિતા શ્રીવાસ્તવની ‘માય બ્યુટિફુલ રિન્કલ્સ’માં સારિકા, દાનેશ રિઝવી, એહસાસ ચન્ના અને તન્વી આઝમી જોવા મળશે. ધ્રુવ સહગલની ‘આઇ લવ થાણે’માં મસાબા ગુપ્તા, રિત્વિક ભૌમિક, પ્રતીક બબ્બર, આદર મલિક અને ડૉલી સિંહ જોવા મળશે. નૂપુર અસ્થાનાની ‘કટિંગ ચાય’માં ચિત્રાંગદા સિંહ અને અર્શદ વારસી જોવા મળશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)