શો જીતી જતાં મુનવ્વરને વીસ લાખ રૂપિયાનો ચેક, બ્રૅન્ડ ન્યુ કાર અને ઇટલીની ટ્રિપ મળી છે
કંગના રનોટ, ‘લૉકઅપ’ના વિજેતા મુનવ્વર ફારુકી
‘લૉકઅપ’ના વિજેતા મુનવ્વર ફારુકીએ આ શોની હોસ્ટ કંગના રનોટની ભારોભાર પ્રશંસા કરી છે. શો જીતી જતાં મુનવ્વરને વીસ લાખ રૂપિયાનો ચેક, બ્રૅન્ડ ન્યુ કાર અને ઇટલીની ટ્રિપ મળી છે. શો ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો. શો જીત્યા બાદ કંગનાની પ્રશંસા કરતાં મુનવ્વરે કહ્યું કે ‘કંગના ખૂબ પ્રોફેશનલ અને પોતાના કામને સમર્પિત છે અને આ જ બાબત હું તેની પાસેથી શીખ્યો છું. આપણે એકબીજાના વિચારોને સન્માન આપીએ તો સારું છે. આ શોમાં ભાગ અપાવનાર એકતા કપૂરનો હું આભારી છું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)