શોના નિર્માતા આસિત કુમાર મોદીએ TMKOCના ચાહકોને ખુશખબર આપી છે
ફાઇલ તસવીર
તાજેતરમાં જ અભિનેતા શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 14 વર્ષ બાદ છોડી દીધો છે. અહેવાલ છે કે બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા પણ બિગ બોસ ઓટીટીમાં પ્રવેશ કરી શકે છે. આનાથી શોના ચાહકોને મોટો ફટકો પડ્યો, પરંતુ હવે શોના ચાહકો માટે સારા સમાચાર છે કે દયા બેન શોમાં પરત ફરી રહી છે. શોના નિર્માતા આસિત કુમાર મોદીએ TMKOCના ચાહકોને ખુશખબર આપી છે.
તાજેતરની એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત કુમાર મોદીએ દયા બેનને શોમાં પાછા લાવવા વિશે જણાવ્યું હતું કે “તાજેતરના સમયમાં આપણે બધાએ મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. 2020-21 આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ હવે વસ્તુઓ સુધરી છે. વર્ષ 2022માં અમે દયા બેનને પાછા લાવવા જઈ રહ્યા છીએ. જેઠાલાલ અને દયા ભાભી ફરી એકવાર ચાહકોનું મનોરંજન કરશે.”
ADVERTISEMENT
જ્યારે આસિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું કે “શું દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેનનું પાત્ર ભજવશે, તો તેમણે કહ્યું “મને હજુ સુધી ખબર નથી કે દિશા વાકાણી દયા બેન તરીકે પરત ફરશે કે નહીં. દિશાજી સાથે અમારા હજુ પણ ઘણા સારા સંબંધો છે, અમે એક પરિવાર જેવા છીએ, પરંતુ અત્યારે તે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત છે. આપણે બધાનું પોતાનું અંગત જીવન છે, તેથી હું આ વિશે કંઈ કહીશ નહીં, પણ તમે નિશ્ચિતપણે દયાબેનને ચોક્કસ મળશો. એક ટીમ તરીકે અમે તમને અગાઉ જે મનોરંજન આપ્યું હતું તે જ મનોરંજન આપવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)