હોસ્ટ, ડાન્સર અને ઍક્ટર રાઘવ જુયાલ ‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાન ખાન સાથે જોવા મળશે.
રાઘવ જુયાલ
હોસ્ટ, ડાન્સર અને ઍક્ટર રાઘવ જુયાલ ‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાન ખાન સાથે જોવા મળશે. આ વાતની પુષ્ટિ તેણે કરી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં વિલે પાર્લેમાં શરૂ થયું છે. ૧૦ દિવસ માટે અહીં ઍક્શન સીક્વન્સ શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન અને રાઘવ સાથે પૂજા હેગડે, આયુષ શર્મા અને ઝહીર ઇકબાલ પણ દેખાશે. રાઘવે અગાઉ ‘અભય 2’, ‘બહુત હુઆ સમ્માન’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ અને ‘નવાબઝાદે’માં કામ કર્યું હતું. તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘યુધરા’માં પણ દેખાવાનો છે. જણાવી દઈએ કે કોરોના કાળમાં તેણે લોકોને ખૂબ મદદ કરી હતી. ‘કભી ઈદ કભી દિવાલી’ વિશે રાઘવ જુયાલે કહ્યું કે ‘હું પૂજા હેગડે, આયુષ શર્મા અને ઝહીર ઇકબાલ સાથે અગત્યના રોલમાં દેખાવાનો છું. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે. આ વર્ષની આ અતિશય મનોરંજક ફિલ્મ હશે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)