તેમની ‘વિક્રમ’ આજે રિલીઝ થઈ રહી છે
કમલ હાસન અને કપિલ શર્મા
કમલ હાસનનું કહેવું છે કે તેમણે મોહમ્મદ રફી સા’બ માટે ગીત ગાયું હતું. તેમની ‘વિક્રમ’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના તામિલ, તેલુગુ અને હિન્દી સહિત ઘણી ભાષામાં રિલીઝ કરવામાં આવી રહી છે. તેઓ આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ‘ધ કપિલ શર્મા શો’માં ગયા હતા. કપિલ શર્મા તેના શોમાંથી બ્રેક લઈ રહ્યો છે અને તે અમેરિકાની ટૂર પર જઈ રહ્યો છે. આ શોમાં કમલ હાસને કહ્યું કે ‘મારું નસીબ સારું છે કે મેં મોહમ્મદ રફી સા’બને ચેન્નઈમાં રેકૉર્ડિંગ કરતા જોયા હતા. હું એ સમયે ચાર-પાંચ વર્ષનો હતો. રેકૉર્ડિંગ બાદ તેઓ મારી પાસે આવ્યા હતા અને મને ઇન્ટ્રોડ્યુસ કરતાં કહ્યુ હતું કે આ બાળક ફિલ્મોમાં કામ કરે છે. ત્યાર બાદ તેમણે મને તેમના માટે ગીત ગાવા માટે કહ્યું હતું અને મેં એ ગાયું પણ હતું. બે-ત્રણ ટેક લેવામાં આવ્યા હતા અને રેકૉર્ડિંગ દરમ્યાન હું સંપૂર્ણ ગીત દરમ્યાન તેમના ખોળામાં બેઠો હતો. આથી મને એ હજી પણ યાદ છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)