દિશા વાકાણી ફરી મમ્મી બની ગઈ છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવવા માટે તે ખૂબ જ ફેમસ થઈ હતી.
દિશા વાકાણી
દિશા વાકાણી ફરી મમ્મી બની ગઈ છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવવા માટે તે ખૂબ જ ફેમસ થઈ હતી. તે હવે ફરી મમ્મી બની ગઈ છે અને તેણે દીકરાને જન્મ આપ્યો છે. તેનો પતિ મયૂર પડિયા અને તેના ભાઈ મયૂર વાકાણીએ આ ન્યુઝની પુષ્ટિ પણ કરી છે. આ શોમાં મયૂર સુંદરલાલનું પાત્ર ભજવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે હું ફરી મામા બની ગયો છું. ૨૦૧૭માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને તે હવે ફરી મમ્મી બની ગઈ છે. હું પણ ફરી મામા બની ગયો છું. હું ખૂબ જ ખુશ છું.’
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી ઘણા સમયથી ગાયબ છે. આ શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે ‘દયાબેનના પાત્રને ફરી શોમાં ન લાવવા માટે અમારી પાસે કોઈ કારણ નથી. જોકે અમે બધાએ ભૂતકાળમાં ખૂબ જ મુશ્કેલીઓ જોઈ છે. ૨૦૨૦-’૨૧ દરેક માટે ખૂબ જ મુશ્કેલ હતું. જોકે ૨૦૨૨ સારું છે. આપણે બહુ જલદી દયાબેનને જોઈ શકીશું. દર્શકો પણ બહુ જલદી જેઠાલાલ અને દયાભાભીના એન્ટરટેઇનમેન્ટને જોઈ શકશે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)