કરણ વી. ગ્રોવરે તેની લૉન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ પોપ્પી જબ્બલ સાથે લગ્ન કરી લીધાં છે
કરણ વી. ગ્રોવરના લગ્નની તસવીર
કરણ વી. ગ્રોવરે તેની લૉન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ પોપ્પી જબ્બલ સાથે લગ્ન કરી લીધાં છે. તેણે ગઈ કાલે લગ્ન કર્યાં હતાં અને પત્ની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આ માહિતી આપી હતી. તેઓ પહેલી જૂને હિમાચલ પ્રદેશમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કરશે એવી અગાઉ ચર્ચા હતી, પણ તેમણે ૩૧ મેએ જ લગ્ન કરી લીધાં છે. તેઓ હવે મુંબઈમાં રિસેપ્શન રાખશે. કરણ અને પોપ્પી પહેલી વાર કાર પાર્કિંગમાં મળ્યાં હતાં. ત્યાર બાદ તેઓ કૉમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યાં હતાં. તેમનામાં ઘણી વસ્તુ કૉમન હોવાથી તેમને એકમેકની કંપની ગમવા માંડી હતી અને તેમણે ડેટિંગ શરૂ કરી દીધું હતું.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)