જૅકને હંમેશાં એ જાણવાનું કુતૂહલ રહેતું કે માઇકલ બેની ફિલ્મમાં કામ કરવું કેવું હોય છે એથી જૅકે ફિલ્મના સેટને પોતાનું પ્લેગ્રાઉન્ડ બનાવી દીધું હતું.’
ડિરેક્ટર માઇકલ બે પાસેથી કૅમેરા લઈને જૅક જિલનેહૉલ ફિલ્મને ડિરેક્ટ કરવા બેસી જતો?
હૉલીવુડ ઍક્ટર જૅક જિલનેહૉલે ‘ઍમ્બ્યુલન્સ’માં માઇકલ બે સાથે કામ કર્યું છે. માઇકલ બે તેની કૅમેરા-ટેક્નિક માટે જાણીતો ડિરેક્ટર છે, જેણે ‘ટ્રાન્સફૉર્મર્સ’ સિરીઝ આપી છે. આ ફિલ્મમાં જૅક સાથે કો-સ્ટાર યાહ્યા અબ્દુલ-મતીન 2એ પણ કામ કર્યું છે. આ વિશે અબ્દુલે કહ્યું હતું કે ‘એવું ઘણી વાર બનતું હતું કે માઇકલ બે પાસે જઈને જૅક કૅમેરા લઈ લેતો અને ત્યાર બાદ એ દૃશ્યને શૂટ કરવા માંડી જતો. મેં આવું પહેલાં ક્યારેય નહોતું જોયું. આ બધું જોઈને હું પણ ક્યુરિયસ થઈ જતો હતો, પરંતુ હું પણ શૂટ કરી શકું કે નહીં એ ડિરેક્ટરને પૂછવાની મારી હિંમત નહોતી થઈ. જૅકને હંમેશાં એ જાણવાનું કુતૂહલ રહેતું કે માઇકલ બેની ફિલ્મમાં કામ કરવું કેવું હોય છે એથી જૅકે ફિલ્મના સેટને પોતાનું પ્લેગ્રાઉન્ડ બનાવી દીધું હતું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)