હૉલીવુડની ટીવી પર્સનાલિટી કિમ કર્ડાશિયને તેના ડિવૉર્સ બાદ કૉમેડિયન પીટ ડેવિડસન સાથેની રિલેશનશિપ જાહેર કરી છે
કર્ડાશિયન ફાઇલ્સ
હૉલીવુડની ટીવી પર્સનાલિટી કિમ કર્ડાશિયને તેના ડિવૉર્સ બાદ કૉમેડિયન પીટ ડેવિડસન સાથેની રિલેશનશિપ જાહેર કરી છે. કાન્યે વેસ્ટ સાથેના કિમના લગ્નજીવનનો અંત આવી ગયો હતો અને થોડા દિવસ પહેલાં જ કૅલિફૉર્નિયાની કોર્ટે તેમના ડિવૉર્સ જાહેર કર્યા હતા. ઘણા સમયથી પીટ અને કિમના રિલેશનની ચર્ચા હતી. જોકે તેમણે એ વિશે કોઈ જાહેરાત નહોતી કરી. બની શકે કે ડિવૉર્સ થાય એની તેઓ રાહ જોઈ રહ્યાં હોય. કિમે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. એમાં બે ફોટોમાં તે પીટ સાથે દેખાઈ રહી છે. આ ફોટો શૅર કરીને કિમે કૅપ્શન આપી હતી કે ‘આજે આપણે કોની કાર લઈ જવાના છીએ?’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)