નેટફ્લિક્સ ફિલ્મ `દ ગ્રે મેન`ને એંથની રૂસો અને જો રૂસોએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી માર્ક ગ્રીનરીની બુક સીરીઝ દ ગ્રે મેન પર આધારિત છે. ફિલ્મમાં ધનુષ સિવાય રયાન ગોસલિંગ, ક્રિસ ઇવાન્સ, એના ડી અરમાસ, બિલી બૉબ થૉર્નટન અને જેસિકા હેનવિક દેખાશે.
ધનુષ (ફાઈલ તસવીર)
ધનુષ સાઉથનો સુપરસ્ટાર છે, જે માસ એન્ટરટેઇન્મેન્ટ સાથે જ વિષયો પર ફિલ્મો કરે છે અને બૉક્સ ઑફિસ પર પોતાનો જાદૂ પણ વિખેરે છે. કોલાવરી ડી સૉન્ગ આખા વિશ્વના છવાઇ ગયું એ ગાનાર ધનુષ હવે પહેલા ક્યારેય ન જોવા મળેલા નવા અવતારમાં જોવા મળશે. તે નેટફ્લિક્સના આગામી હૉલિવૂડ ફિલ્મ `દ ગ્રે મેન`માં જોવા મળશે. તેનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે અને તેને આ અંદાજમાં જોઈ શકાય છે કે ચાહકો તેને સ્પાઈડર મેન કહી રહ્યા છે. જે અંદાજમાં કે કારની છત પર બેઠેલો છે, કંઇક આવો જ પૉઝ સ્પાઈડર મેનની ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.
નેટફ્લિક્સ ફિલ્મ `દ ગ્રે મેન`ને એંથની રૂસો અને જો રૂસોએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી માર્ક ગ્રીનરીની બુક સીરીઝ દ ગ્રે મેન પર આધારિત છે. ફિલ્મમાં ધનુષ સિવાય રયાન ગોસલિંગ, ક્રિસ ઇવાન્સ, એના ડી અરમાસ, બિલી બૉબ થૉર્નટન અને જેસિકા હેનવિક દેખાશે. `દ ગ્રે મેન` 22 જુલાઈના નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ પ્રકારની એક્શન ફિલ્મમાં ઘનુષ નવા અવતારમાં જોવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
`દ ગ્રે મેન` સીઆઇએ ઑપરેટિવ કૉર્ટ જેન્ટ્રી (રયાન ગોસલિંગ), ઉર્ફ, સિએરા સિક્સ છે. જેન્ટ્રી પોતાના કામમાં માહેર છે અને તેને મોતનો વેપારી પણ કહેવામાં આવે છે. પણ સ્થિતિ બદલાઈ ગઈ છે, શિકારી હવે પોતે શિકાર બની ગયો છે. જેન્ટ્રીનો શિકાર કરવાની ફિરાકમાં લૉયડ હૈનસેન (ક્રિસ ઇવાંસ), જે પોતે પણ સીઆઇએમાં રહી ચૂક્યો છે. આ પ્રકારની ફિલ્મો એક્શનથી ભરપૂર છે અને આને લઈને ચાહકોમાં જબરજસ્ત એક્સાઇટમેન્ટ છે. ઘનુષના ચાહકો તેના ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)