Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લો દિવસ ફેમ યશ સોની અને જાનકી બોડીવાલા બન્યાં જીવનસાથી, શેર કરી તસવીર

છેલ્લો દિવસ ફેમ યશ સોની અને જાનકી બોડીવાલા બન્યાં જીવનસાથી, શેર કરી તસવીર

Published : 30 April, 2022 03:02 PM | Modified : 04 May, 2022 10:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં એક-બીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. 

યશ સોની અને જાનકી બોડીવાલા(તસવીર: ઈન્સ્ટાગ્રામ)

યશ સોની અને જાનકી બોડીવાલા(તસવીર: ઈન્સ્ટાગ્રામ)


અમદાવાદ: `છેલ્લો દિવસ` અને `ચાલ જીવી લઈએ` ફિલ્મથી દર્શકોના ચહિતા બનેલા અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનર વિશે ઓફિશિયલ જાહેરાત કરી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં એક-બીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. 


યશ સોનીએ સોશિયલ મીડિયા હેન્ડલર ઈન્સ્ટાગ્રામ પર જાનકી સાથે ક્યુટ ફોટો શેર કરી બંનેના રિલેશન વિશે ઓફિશિયલ જાણકારી આપી છે.  આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ` મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને તેની જાહેરાત કરતાં આનંદ થયો! અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર`.



તો બીજી બાજુ અભિનેત્રીએ જાનકીએ પણ આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં પણ અભિનેતાએ લખેલા શબ્દો જ લખ્યાં છે. 


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)


યશ સોની અને જાનકી બોડીવાલા હવે લગ્નના બંધનમાં ક્યારે બંધાશે તે અંગે કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું લાગે છે કે કદાચ આ વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે યશ સોની છેલ્લે `ચાલ જીવી લઈએ` ફિલ્મમાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં આરોહી પટેલ અને સિદ્ધાર્થ રાંદેરિયા જોવા મળ્યા હતા. આ ઈમોશનલ ફિલ્મ છે અને સાથે લવ સીન પણ જોવા મળ્યા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2022 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK