જીગરાદાન ગઢવી અને ઇન્ડિપૉપ મ્યુઝિકનું Mother’s day નિમિત્તે નજરાણું
આ એક એવું ગીત છે જેનાથી દરેકને પોતાની મા સાથે ગાળેલી એ ક્ષણો યાદ આવશે જે ફરીથી જીવવાનું મન થશે.
મધર્સ ડેને સુરીલો, વ્હાલો અને લાડકો બનાવવાનું મસ્ત મજાનું કામ કર્યું છે જીગરદાન ગઢવીનાં અવાજમાં ગવાયેલા અને આજે જ લોન્ચ થયેલા ગીત ‘માં’એ! આત્મીયતાથી છલકાતી આ રચનામાં મ્યુઝિક ડાયરેક્ટર કેદાર અને ભાર્ગવે કર્યું છે સૂરોનું જાદુ તો સ્વર છે લોકપ્રિય કલાકાર જિગરાનો! ગીતનાં શબ્દો મિલિન્દ ગઢવીનાં છે અને નિર્માણ મહેશ દાનનાવર દ્વારા ઇન્ડિપૉપ મ્યુઝિકનાં બેનર હેઠળ બનાવાયું છે. આ એક એવું ગીત છે જેનાથી દરેકને પોતાની મા સાથે ગાળેલી એ ક્ષણો યાદ આવશે જે ફરીથી જીવવાનું મન થશે. તેના પર્પલ વ્હાઇટ ગ્રાફિક્સ પણ અફલાતૂન છે. નજર કરો આ ગીત પર અને તમારી મમ્મીને પણ ફોરવર્ડ કરો.
ADVERTISEMENT
ઇન્ડી પૉપ મ્યુઝિક એક એવું પ્લેટફોર્મ છે જ્યાં શ્રેષ્ઠ ઓરિજીનલ ઇન્ડિયન મ્યુઝિકને મંચ મળે છે. અહીં જાણીતા કલાકારો સહીત નવી પ્રતિભાને પણ પોતાની કલા દર્શાવવાનો મોકો મળે છે. મધર્સ ડે નિમિત્તે આ ગીત બધાં જ પ્લેટફોર્મ પર સાંભળી શકાશે અને તેનો કૉલર ટ્યુન અને રિંગ ટોન પણ ઉબલબ્ધ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)