Mother`s Day Exclusive: અભિનેત્રી ખુશી શાહે શૅર કર્યો ઇમોશનલ મેસેજ
ખુશી શાહ અભિનયનાં ક્ષેત્રે ઘણી આગળ વધી રહી છે.
આજે મધર્સ ડે છે ત્યારે ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ખુશી શાહે એક લગાણીસભર સંદેશો શૅર કર્યો, તે કહે છે, “મારે માટે તો રોજ મધર્સ ડે જ હોય છે. મારું કમનસીબ કે મેં એવી ઉંમરે મારી મમ્મીને ખોઇ જ્યારે હું હજી ચહેરાઓ ઓળખી નહોતી શક્તિ. મારી મમ્મી સાથે મારો એક જ ફોટો છે બસ, બીજું કંઇ નથી, એ જ મારી યાદનું ઘરેણું છે. મને ઘણાં લોકો કહે છે કે હું તેના જેવી જ દેખાઉં છું. મને મળેલું એ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ છે. જિંદગીની અનેક તડકી-છાંયડીમાં મને એમ થાય કે તે મારી સાથે, મારુ બાજુમાં હોત, મારા સુખ દુઃખની સાથી હોત.કહેવાય છે કે મમ્મી દીકરીની બેસ્ટ ફ્રેન્ડ હોય છે અને આજે હું માત્ર મારી મમ્મી જ નહીં પણ મારી બેસ્ટ ફ્રેન્ડને પણ મિસ કરી રહી છું. જો કે હું નસીબદાર છું કે મારી જિંદગીમાં મમ્મી જેવા હોય તેવાઓનો મને સાથ મળ્યો છે, છતાં ય મમ્મીનાં પ્રેમની હુંફનો તો કોઇ વિકલ્પ ન હોઇ શકે. હું તેના પ્રેમથી વિશેષ કંઇપણ મિસ નથી કરતી, હું જ્યાં પણ હોઉં, જે પણ કરતી હોઉં મને ખબર છે કે એ જ્યાં છે ત્યાંથી મને હસતા મ્હોંએ જોઇ રહી છે.”ખુશી શાહે તેની મમ્મી સાથેની તસવીર ગુજરાતી મિડ-ડે.કોમ સાથે શેર કરી હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)