આ ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલે પણ કામ કર્યું છે
‘વિક્રમ’નું પોસ્ટર
કમલ હાસનની ‘વિક્રમ’ના ડિરેક્ટર લોકેશ કનગરાજનું કહેવું છે કે આ ફિલ્મ માટે મળેલો પ્રેમ તેને આ પહેલાં ક્યારેય જોવા નથી મળ્યો. આ ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલે પણ કામ કર્યું છે, જેમાં સુરિયાએ નાનકડી ભૂમિકા ભજવી છે. આ વિશે લોકેશ કનગરાજે ટ્વીટ કર્યું હતું કે ‘હું આ પહેલાં આટલો ઇમોશનલ ક્યારેય નહોતો. તમે લોકોએ ‘વિક્રમ’ને જે રીતે સ્વીકારી છે એને જોઈને હું ગદ્ગદ થઈ ગયો છું. મને નથી ખબર કે આ હું કેવી રીતે ચુકાવી શકીશ. હું કમલ હાસન સર અને મારા અદ્ભુત લોકોનો હંમેશાં માટે આભારી છું. દરેકને પ્રેમ.’
3
આટલા દિવસમાં ઇન્ડિયામાં તમામ ભાષા મળીને સો કરોડનો આંકડો ક્રૉસ કર્યો ‘વિક્રમ’એ
ADVERTISEMENT
‘વિક્રમ’નો બિઝનેસ
દેશનું નામ બિઝનેસ (રૂપિયામાં)
અમેરિકા ૧૦.૬૫ કરોડ
યુકે ૨.૭૮ કરોડ
ઑસ્ટ્રેલિયા ૨.૬૦ કરોડ
ન્યુ ઝીલૅન્ડ ૨૪.૦૧ લાખ
કૅનેડા ૧૭.૪૩ લાખ
આયરલૅન્ડ ૧૬.૬૦ લાખ
(નોંધ : બિઝનેસ શનિવાર સુધીનો છે.)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)