અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને પ્રભાસની ‘આદિપુરુષ’ની હવે બૉક્સ-ઑફિસ પર ટક્કર થશે
પ્રભાસ, અક્ષયકુમાર
અક્ષયકુમાર અને પ્રભાસની ફિલ્મો વચ્ચે હવે ટક્કર થવા જઈ રહી છે. અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને પ્રભાસની ‘આદિપુરુષ’ ૨૦૨૨ની ૧૧ ઑગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ‘રક્ષાબંધન’માં અક્ષયકુમારની સાથે ભૂમિ પેડણેકર લીડ રોલમાં છે. આ ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય છે. આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધો પર રહેશે. તો ‘આદિપુરુષ’માં પ્રભાસની સાથે સૈફ અલી ખાન અને ક્રિતી સૅનન મુખ્ય ભૂમિકામાં દેખાશે. ઓમ રાઉત ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. આ બન્ને ફિલ્મોની રિલીઝની તારીખ વિશે ટ્વિટર પર તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે ‘પ્રભાસની ‘આદિપુરુષ’ ૨૦૨૨ની ૧૧ ઑગસ્ટ માટે લૉક થઈ ગઈ છે. ‘રક્ષાબંધન’ ૨૦૨૨ની ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)