મા લક્ષ્મી પણ રીઝવશે મધર્સ-ડેએ પોતાની માને!
Mother`s Day
સ્ટાર ભારતની ‘જગ જનની માં વૈષ્ણોદેવી’માં દેવીમાંનું કૅરૅક્ટર કરનારી મોટા ભાગની તમામ ઍક્ટ્રેસ પણ આ મધર્સ-ડેના દિવસે પોતાની મમ્મીઓ માટે કોઈ ખાસ પ્રોગ્રામ બનાવી રહી છે અને એમાં મદિરાક્ષી મુંડલનો પણ સમાવેશ થાય છે. સિરિયલમાં મા લક્ષ્મીનું
કૅરૅક્ટર કરનારી મદિરાક્ષીએ નક્કી કર્યું છે કે રવિવારે હું કિચનની બધી જવાબદારી મારા પર લઈ લઈશ અને મમ્મી માટે તેમને ભાવતું ફૂડ બનાવીશ અને સાથોસાથ કેક પણ બનાવીશ. મદિરાક્ષી કહે છે, ‘લૉકડાઉનને કારણે અમને વર્ષો પછી ફરી સાથે રહેવા મળ્યું, બાકી કામને કારણે અમારી
ADVERTISEMENT
વચ્ચે ખાસ કોઈ વાતો થતી નહોતી એ પણ હકીકત છે, પણ લૉકડાઉનને કારણે હવે અમે મોડી રાત સુધી વાતો કરીએ છીએ અને સવારથી આ પ્રક્રિયા ફરી શરૂ થઈ જાય છે. આ મધર્સ-ડે મારે તેમને માટે ખાસ બનાવવો છે અને એનું કામ મેં અત્યારથી જ શરૂ કરી દીધું છે.’
મદિરાક્ષીએ માત્ર મમ્મીનાં ભાવતાં ભોજન પર જ ધ્યાન નથી આપ્યું, તેણે મમ્મી માટે હોમ મેડ ગિફ્ટ બનાવવાનું પણ ચાલુ કર્યું છે. મદિરાક્ષી કહે છે, ‘ઘરમાં જ રહીને ગિફ્ટ બનાવવાની છે અને એ પણ મમ્મીને ખબર ન પડે એ રીતે બનાવવાની છું. અઘરું કામ છે આ, પણ હજી સુધી તો તેને ખબર નથી પડી કે હું ગિફ્ટની તૈયારી કરી રહી છું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)