સર્વત્ર ફેલાયેલી નિરાશાની વચ્ચે હું એમ સમજું છું કે સ્થિતિ ગમે એવી હોય, પરંતુ એક વ્યક્તિ છે જે મને અપાર પ્રેમ કરે છે.
કંગનાએ મધર્સ ડે નિમિત્તે મમ્મીને લખ્યો ઇમોશનલ લેટર
કંગના રનોટે મધર્સ ડે નિમિત્તે તેની મમ્મીને લાગણીથી છલોછલ એક લેટર લખ્યો છે. મધર્સ ડે નિમિત્તે બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ મમ્મી માટે સ્પેશ્યલ નોટ્સ લખે છે. એ ક્રમમાં કંગનાએ પણ તેની મમ્મીનો જૂનો ફોટો શૅર કર્યો છે. એ બ્લઈક ઍન્ડ વાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘હું જ્યારે ઘરેથી નીકળી તો મને જાણ નહોતી કે દુનિયા આટલી જલદી અંધકારમય બની જશે. ક્યારેક ઘરે ફોન કરતી તો પાપા અનેક સવાલો પૂછતા હતા. ભાઈ-બહેનને પણ અલગ શંકાઓ હતી. તમારી સાથે જ્યારે પણ વાત કરતી તો તમને એક વાતને લઈને ચિંતા રહેતી હતી. તું જમી? તારા માટે જમવાનું કોણ બનાવે છે? જમવાનું ક્યાંથી મળે છે? તમારી આ વાતોથી હું હંમેશાં ભાવુક બની જતી હતી. સર્વત્ર ફેલાયેલી નિરાશાની વચ્ચે હું એમ સમજું છું કે સ્થિતિ ગમે એવી હોય, પરંતુ એક વ્યક્તિ છે જે મને અપાર પ્રેમ કરે છે. મારી મમ્મી મને પરિસ્થિતિ સામે લડવાની અને મારી મંઝિલ સુધી પહોંચાડવાની ભરપૂર તાકાત આપે છે. આઇ લવ યુ સો મચ. હૅપી મધર્સ ડે. તારી છોટુ.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)