શૉમાં શમિતા પરિવાર વિશે વાત કરતાં ભાવુક પણ થઈ. રવિવારે રક્ષાબંધનના અવસરે શિલ્પા શેટ્ટીએ તેની બહેન શમિતા માટે ખાસ વીડિયો મેસેજ મોકલ્યો.
તસવીર સૌજન્ય મિડ-ડે
બૉલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ પતિ રાજ કુન્દ્રાને કારણે અનેક પ્રકાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ દરમિયાન તેની બહેન શમિતા બિગબૉસનો ભાગ બની છે. બહેનનો પરિવાર જે સમયે મુશ્કેલીઓમાં ઘેરાયેલો હતો તે સમયે શમિતા શેટ્ટીનું બિગબૉસમાં જવું એક મુશ્કેલીભર્યો નિર્ણય હતો.
જો કે, આ વિવાદ હવે ખતમ થઈ ગયો છે પણ બિગ બૉસ ઓટીટીમાં પહોંચ્યા પછી શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટી સાથે જોડાયેલા પ્રશ્નો ખૂબ જ હેરાન કરી રહ્યા છે. શૉમાં શમિતા પરિવાર વિશે વાત કરતાં ભાવુક પણ થઈ. રવિવારે રક્ષાબંધનના અવસરે શિલ્પા શેટ્ટીએ તેની બહેન શમિતા માટે ખાસ વીડિયો મેસેજ મોકલ્યો.
ADVERTISEMENT
હકીકતે રક્ષાબંધનના અવસરે બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT)માં હિના ખાન (Hina Khan)દેખાયા અને કોન્ટેસ્ટન્ટના ભાઈ બહેનોને મળાવ્યા. વીડિયો મેસેજ મળ્યા પછી કોન્ટેસ્ટન્ટ ભાવુક થઈ ગયા અને પરિવારને યાદ કરવા લાગ્યા. આ દરમિયાન શમિતા માટે શિલ્પા શેટ્ટીએ સ્પેશિયલ વીડિયો મેસેજ મળ્યો.
શિલ્પા શેટ્ટીએ બહેન શમિતા શેટ્ટી માટે કહે છે કે તેને બહેતર રીતે રમવું જોઈએ અને પોતાની અસરકારક ભૂમિકા છોડવાની જરૂર છે. આ સિવાય તેણે જણાવ્યું કે તેમની મમ્મીનું સ્વાસ્થ્ય સારું અને તેની સાથે બધું જ બરાબર છે.
આ શૉમાં શમિતા શેટ્ટીએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં 20-25 વર્ષનો પ્રવાસ ખૂબ જ મુશ્કેલ રહ્યો. લોકો મને શિલ્પાની બહેન તરીકે વધારે ઓળખે છે. આ એક પ્રૉટેક્ટિવ શેડો છે. હું નસીબદાર છું કે મારી સાથે આવું છે પણ લોકો મને મારા નામે નથી ઓળખતા.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)