સન્ડે સ્ટ્રીટમાં આ રવિવારે નીકળી પડો સાઇકલ લઈને

04 February, 2025 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રદૂષણ ન કરતી અને શારીરિક ફિટનેસમાં પણ અમૂલ્ય પ્રદાન કરતી સાઇકલસવારીને પ્રમોટ કરવાનો નિર્ણય

સન્ડે સ્ટ્રીટની ફાઇલ તસવીર

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રવિવાર, પાંચમી જૂને પ્રદૂષણ ન કરતી અને શારીરિક ફિટનેસમાં પણ અમૂલ્ય પ્રદાન કરતી સાઇકલસવારીને પ્રમોટ કરવા મુંબઈ પોલીસના સન્ડે સ્ટ્રીટ અભિયાન હેઠળ સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના સથવારે પૅડલ-અપ સાઇકલ-રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાઇકલ-રૅલીમાં મુંબઈના દરેક વિસ્તારમાં રહેતા લોકો ભાગ લઈ શકે એ માટે પાંચ અલગ-અલગ રૂટ પરથી નીકળનારી આ રૅલી બાંદરા રેક્લેમેશન પર ભેગી થશે અને છેવટે રેસકોર્સ પર પૂરી થશે. રવિવારે સવારના ૫.૩૦ વાગ્યાથી શરૂ થઈને સવારના ૭.૧૫ વાગ્યા દરમિયાન આ રૅલી યોજાશે.

પાંચ રૂટની વિગતો આ મુજબ છે : રૂટ ‘એ’ - દહિસર-વેસ્ટ કાંદરાપાડા ઝેન ગાર્ડનથી લિન્ક રોડ થ્રૂ બાંદરા રેક્લેમેશન. રૂટ ‘બી’ - એનસીપીએથી મરીન ડ્રાઇવ, ગામદેવી, તાડદેવ-વરલી, કૅડલ રોડ-માહિમ અને બાંદરા રેક્લેમેશન. રૂટ ‘સી’ - મુલુંડ-ઈસ્ટ ઈસ્ટર્ન એક્સપ્રસ હાઇવે ઐરોલી જંક્શનથી ઘાટકોપર, સાયન, ધારાવી ટી જંક્શન અને બાંદરા રેક્લેમેશન. રૂટ ‘ડી’ - માનખુર્દ પાંજરાપોળ જંક્શનથી સુમનનગર જંક્શન, સાયન ધારાવી ટી જંક્શન અને બાંદરા રેક્લમેશન. રૂટ ‘ઈ’ - બાંદરા રેક્લેમશનથી વરલી સી-લિંક, ખાન અબ્દુલ ગફાર ખાન રોડ વરલી અને એ પછી રેસકોર્સ ગેટ નંબર - ૩ અને ૪ પર આ રૅલી ખતમ થશે.    

જો કોઈને આ રૅલી વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેણે મુંબઈ ટ્રાફિક કન્ટ્રોલ રૂમનો 84549 99999 નંબર પર સંપર્ક કરવો. 

mumbai mumbai news mumbai police