રવિભાઈની આઉડી ચાલી પમ... પમ...પમ...

04 June, 2022 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રી નવી સજાવટ બાદ ૧૯૮૫ની યાદગાર આઉડી કારમાં થયા ફરી સવાર

રવિભાઈની આઉડી ચાલી પમ... પમ...પમ...

રવિ શાસ્ત્રીની આઉડી-૧૦૦ કારને રિસ્ટોરેશન અને મેઇન્ટેનન્સ બાદ ગઈ કાલે પાછી મળી ત્યારે તેઓ બેહદ ખુશ હતા (જમણે). આ વિન્ટેજ કારને જે. કે. હાઉસના ધ સુપર કાર ક્લબ ગૅરેજ ખાતે રિસ્ટોર કરવામાં આવી હતી અને આ ક્લબ-ગૅરેજના સ્થાપક ગૌતમ સિંઘાણિયાએ શાસ્ત્રીને એક ખાસ ઇવેન્ટમાં આ કાર પાછી સોંપી હતી. ૧૯૮૫માં મેલબર્નમાં ભારતે બેન્સન ઍન્ડ હેજીસ વન-ડે ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પાકિસ્તાનને ૮ વિકેટે હરાવ્યું ત્યાર બાદ શાસ્ત્રીને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ (કુલ ૧૮૨ રન, ૮ વિકેટ, ૪ કૅચ) બદલ મૅન ઑફ ધ સિરીઝના અવૉર્ડ રૂપે આ આઉડી કાર ભેટ અપાઈ હતી. શાસ્ત્રીએ તરત જ કૅપ્ટન ગાવસકર તથા કપિલ, શ્રીકાંત, અઝહરુદ્દીન, વેન્ગસરકર, મોહિન્દર, મદન લાલ, શિવરામકૃષ્ણન, ચેતન શર્મા અને સદાનંદ વિશ્વનાથ સાથે મળીને મેલબર્નના મેદાન પર જ આઉડી ફેરવીને જીત સેલિબ્રેટ કરી હતી (જમણે). શાસ્ત્રી કારના શોખીન છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ, ફૉર્ડ અને બીએમડબ્લ્યુ કાર પણ છે. તેમની એક આઉડી કાર આરએસ-ફાઇવ તરીકે જાણીતી છે. 
 આશિષ રાજે

cricket news sports news sports ravi shastri