મૅચ છે કે મજાક : ૮ રનમાં સમગ્ર ટીમ ઑલઆઉટ, ૭ બોલમાં મેળવ્યો લક્ષ્યાંક

05 June, 2022 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્નેહા માહરાએ ૧૦ બોલમાં સૌથી વધુ ત્રણ રન કર્યા હતા

મહિકા ગૌર

ક્રિકેટને અનિશ્ચિતતાની રમત ગણવામાં આવે છે. છ બોલમાં છ સિક્સર પણ પડે છે તો બોલરને છ બોલમાં છ વિકેટ લેવાની તક પણ મળે છે. આવી જ કંઈક ઘટના નેપાલની ટીમ સાથે થઈ. યુએઈની ટીમે એને માત્ર ૮ રનમાં જ ઑલઆઉટ કરી દિધી હતી. એટલું જ નહીં પછી લક્ષ્યાંકને માત્ર ૭ બોલમાં જ આંબી લઈ મૅચ જીતી પણ લીધી હતી.

ટી૨૦ અન્ડર-૧૯ વર્લ્ડ કપની ક્વૉલીફાયર મૅચમાં યુએઈ અને નેપાળની ટીમ આમને-સામને હતી. યુએઇના ફાસ્ટ બોલર મહિકા ગૌરે  (Gaur) માત્ર ૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. નેપાળે ટોસ જીતીને પહેલા બૅટિંગનો નિર્ણય નેપાળ માટે ખરાબ સાબિત થયો. છ બૅટર્સ તો પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યા નહોતા. સ્નેહા માહરાએ ૧૦ બોલમાં સૌથી વધુ ત્રણ રન કર્યા હતા. મનિષા રાણાએ બે રન બનાવ્યા. તો ત્રણ બેટરોએ એક-એક રન બનાવ્યા હતા. ૨૦ ઓવરની મૅચમાં પુરી ટીમ ૮.૧ ઓ‍વરમાં જ ઑલઆઉટ થઈ ગઈ.

નેપાળની ટીમ છેલ્લી મૅચમાં કરીને ૩૮ રને જ ઑલઆઉટ કરીને મૅચ ૭૯ રનથી જીતી હતી. પરંતુ ગઈ કાલે એમને મોટો ઝાટકો લાગ્યા હતો. આ મૅચ એક કલાક પણ નહોતી ચાલી. માત્ર ૯.૨ ઓ‍વરમાં જ એનું પરિણામ આવી ગયું હતું. યુએઈની તીર્થ સતીશે સૌથી વધુ નૉટઆઉટ ચાર રન બનાવ્યા હતા. 

sports sports news cricket news united arab emirates nepal