Independence day: વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી 100 લાખ કરોડની ગતિશક્તિ યોજનાની કરી જાહેરાત

07 August, 2023 02:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)75માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)75માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દેશના 75માં સ્વતંત્રતા દિવસ (Independence day)ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉત્પાદન ક્ષેત્રને ભારતની ઓળખ ગણાવી હતી. દિલ્હીના લાલ કિલ્લાના પ્રાંત પરથી પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતના ઉદ્યોગો વિદેશમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે માત્ર વિદેશમાં  એક પ્રોડક્ટ નથી, પરંતુ તે ભારતની ઓળખ છે. આવી સ્થિતિમાં ઉદ્યોગોએ આવી ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરવાની જરૂર છે, જેનો ઉપયોગ કરી વિશ્વમાં દરેક લોકો તેની પ્રશંસા કરે. 

દેશના તમામ ઉત્પાદકોએ પણ આ સમજવું પડશે - તમે જે પ્રોડક્ટ બહાર મોકલો છો તે ફક્ત તમારી કંપનીમાં બનાવેલ ઉત્પાદન નથી. ભારતની ઓળખ તેની સાથે જોડાયેલી છે, પ્રતિષ્ઠા જોડાયેલી છે, ભારતના લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. તેથી જ હું ઉત્પાદકોને કહું છું કે તમારી દરેક પ્રોડક્ટ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યાં સુધી તે પ્રોડક્ટ ઉપયોગમાં છે ત્યાં સુધી ખરીદનાર કહેશે - હા તે મેડ ઈમ ઈન્ડિયા છે. 

સ્ટાર્ટઅપ બન્યા યુનિકોર્ન

વડાપ્રધાને આ પ્રસંગે દેશની સ્ટાર્ટઅપ શક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે દેશના આ યુવા સ્ટાર્ટઅપ્સ આજે દેશની મોટી તાકાત બની રહ્યા છે. આપણે જોયું છે, કોરોના યુગમાં હજારો નવા સ્ટાર્ટ-અપની રચના થઈ છે, તેઓ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. આવતીકાલના સ્ટાર્ટ-અપ્સ આજના યુનિકોર્ન બની રહ્યા છે. તેમની બજાર કિંમત હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહી છે.

100 કરોડની પીએમ ગતિ શક્તિ પ્લાનની જાહેરાત

પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પીએમ ગતિ શક્તિ યોજનાની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે ટૂંક સમયમાં સરકાર 100 કરોડ રૂપિયાનો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન શરૂ કરશે. 100 લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારની નવી તકો લાવશે. આ એક માસ્ટર પ્લાન હશે, જે સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખશે. અત્યારે પરિવહનના માધ્યમોમાં સંકલન નથી. તે આને તોડશે. 

2047 સુધીમાં એનર્જી ક્ષેત્રમાં આત્મનિર્ભર હશે ભારત 
વડાપ્રધાને કહ્યું કે જ્યારે દેશ આઝાદીની 100 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હશે ત્યારે દેશ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર હશે. ભારતે ઇથેનોલનું મિશ્રણ કરવાના તેના મિશનને સફળતાપૂર્વક આગળ ધપાવ્યું છે. સુધારાઓને અમલમાં મૂકવા માટે સારા અને સ્માર્ટ ગવર્નન્સ જરૂરી છે. આજે વિશ્વ પણ સાક્ષી છે કે ભારત અહીં શાસનનો નવો અધ્યાય લખી રહ્યું છે.

national news independence day narendra modi red fort new delhi