કાનપુરમાં કોમી હિંસામાં સામેલ શંકાસ્પદોનાં પોસ્ટર્સ રિલીઝ કરાયાં

07 June, 2022 09:23 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

સાથે જ લોકોને આ શંકાસ્પદોની શોધખોળમાં મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.

શંકાસ્પદોનાં પોસ્ટર્સ

કાનપુર પોલીસે સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે ત્રીજી જૂને થયેલી કોમી હિંસામાં સામેલ ૪૦ શંકાસ્પદોનાં પોસ્ટર્સ રિલીઝ કર્યાં છે. સાથે જ લોકોને આ શંકાસ્પદોની શોધખોળમાં મદદ કરવાની અપીલ કરવામાં આવી છે. આ પોસ્ટર્સમાં સિનિયર પોલીસ ઑફિસર્સના ફોન નંબર્સ પણ લખવામાં આવ્યા છે. સાથે જ લખવામાં આવ્યું છે કે આ શંકાસ્પદ વ્યક્તિઓ વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે આ કોમી હિંસાના સંબંધમાં વધુ નવ જણની ધરપકડ કરી છે. આ સાથે ધરપકડ કરવામાં આવેલા લોકોની સંખ્યા વધીને ૩૮ થઈ છે. 

national news kanpur