બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ જોરદાર વિસ્ફોટ, 20 લોકોના મોત, 450થી વધુ ઘાયલ

05 June, 2022 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાંગ્લાદેશના ચટગાંવમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સીતાકુંડા ઉપજિલ્લાના એક ખાનગી ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં વિસ્ફોટને કારણે આગ લાગી હતી.

બાંગ્લાદેશમાં  કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ જોરદાર વિસ્ફોટ

બાંગ્લાદેશના ચટગાંવમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સીતાકુંડા ઉપજિલ્લાના એક ખાનગી ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં વિસ્ફોટને કારણે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 450થી પણ અધિક લોકોના ઘાયલ થયા છે. 

અલાઉદ્દીન તાલુકદાર, મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (ASI), ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ (CMCH) પોલીસ ચોકીએ જણાવ્યું હતું કે સવારે 10.15 વાગ્યા સુધી આ ઘટનામાં 20 લોકોના મોત થયા છે. મૃતદેહોને મોર્ગમાં રાખવામાં આવ્યા છે.

રેડ ક્રેસન્ટ યુથ ચિટાગોંગ ખાતે આરોગ્ય અને સેવાઓ વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામે જણાવ્યું હતું કેઆ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 લોકો CMCHમાં છે. અન્ય હોસ્પિટલોમાં મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.

સબ-ઇન્સ્પેક્ટર (SI) નૂરૂલ આલમે જણાવ્યું હતું કે કન્ટેનર ડેપોમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.ફાયર સર્વિસ યુનિટ તેને ઓલવવા માટે કામ કરી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફેલાઈ ગઈ હતી.

world news bangladesh