ઇલૉન મસ્કે ટ્‌વિટરની ડીલને રદ કરવાની ધમકી આપી

11 May, 2023 12:02 PM IST  |  Detroit | Gujarati Mid-day Correspondent

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કના લૉયર્સે ટ્‌વિટરને મોકલવામાં આવેલા એક લેટરમાં આ ધમકી આપી હતી

ફાઇલ તસવીર

ઇલૉન મસ્કે ટ્‌વિટર ખરીદવા માટે ૪૪ અબજ અમેરિકન ડૉલરના ઍગ્રીમેન્ટને રદ કરવાની ધમકી આપી છે. તેમણે ટ્‌વિટર પર એના સ્પૅમ બોટ કે ફેક અકાઉન્ટ્સ વિશે માહિતી પૂરી ન પાડવાનો આરોપ મૂક્યો હતો.

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કના લૉયર્સે ટ્‌વિટરને મોકલવામાં આવેલા એક લેટરમાં આ ધમકી આપી હતી.

આ લેટરમાં જણાવવામાં આવ્યું છે કે મસ્ક ટ્‌વિટર ખરીદવાની તેમની ઑ​ફરના એક મહિના પછી ૯ મેથી સતત આ માહિતી માગી રહ્યા છે, જેથી તેઓ મૂલ્યાંકન કરી શકે કે ટ્‌વિટરના ૨૨.૯૦ કરોડ અકાઉન્ટ્સમાંથી કેટલા ફેક છે.

આ લેટરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ટ્‌વિટરે માત્ર એની ટેસ્ટિંગ પદ્ધતિ વિશે વિગતો પૂરી પાડવાની તૈયારી બતાવી છે, પરંતુ ડેટા માટેની મસ્કની વિનંતીને તેઓ ફગાવે છે.

લૉયર્સે જણાવ્યું છે કે ટ્‌વિટરના લેટેસ્ટ પત્રવ્યવહારના આધારે મસ્ક માને છે કે ટ્‌વિટર મર્જર ઍગ્રીમેન્ટ હેઠળ માહિતી મેળવવાના તેમના અધિકારથી તેમને વંચિત રાખી રહી છે. 

international news twitter elon musk