કૉન્ગ્રેસની વાત આવી તો હાથ જોડીને પ્રશાંત કિશોરે પ્રતિજ્ઞા લીધી

28 March, 2023 11:32 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

પ્રશાંત કિશોર બિહારમાં ગામડે-ગામડે જઈને લોકોને મળી રહ્યા છે

પ્રશાંત કિશોર

દેશનાં અનેક પૉલિટિકલ પાર્ટીઓ માટે ચૂંટણીની વ્યૂહરચના બનાવનાર પ્રશાંત કિશોરે કૉન્ગ્રેસનું નામ સાંભળીને હાથ જોડી દીધા હતા. પ્રશાંત કિશોર બિહારમાં ગામડે-ગામડે જઈને લોકોને મળી રહ્યા છે. વૈશાલી જિલ્લાના મહનારમાં તેમની સભા દરમ્યાન તેમણે હાથ જોડીને કહ્યું, ‘કૉન્ગ્રેસ પોતે તો ડૂબી જ રહી છે, પરંતુ હું સાથે ગયો તો મને પણ ડુબાડી દેશે.’ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે તેઓ ૧૦ વર્ષમાં ૧૧ ચૂંટણી સાથે જોડાયા હતા, જેમાંથી એક જ ચૂંટણી તેઓ હારી ગયા હતા, જેમાં તેઓ યુપીમાં કૉન્ગ્રેસ સાથે હતા. એટલા માટે તેમણે નક્કી કર્યું છે કે તેઓ કૉન્ગ્રેસની સાથે કદી કામ નહીં કરે.

national news congress