10 May, 2022 11:43 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારાં મૅરેજને આઠ મહિના થયા છે. મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે મૅરેજના પહેલા વર્ષમાં કપલ રોજ સેક્સ કરે. જોકે મારા કેસમાં એવું નથી. અફકોર્સ, મને પણ રોજેરોજ ઇચ્છા નથી થતી. મારા હસબન્ડ પણ વીકમાં બે કે ત્રણ જ વાર પહેલ કરે છે. હસબન્ડ મારી ખૂબ કાળજી રાખે છે અને ગિફ્ટ્સ લાવીને મને સરપ્રાઇઝ પણ કરે છે. મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે તેમના હસબન્ડ અમુક પ્રકારના ટચ કરે ત્યારે તે ખૂબ એક્સાઇટ થઈ જાય છે, પણ મારા હસબન્ડ એવું કશું કરતા નથી. ફોરપ્લે દરમ્યાન તે રોમૅન્ટિક હોવા છતાં એટલી ઉત્તેજના નથી જાગતી. લાગે છે કે તેમની સાઇડમાં એક્સાઇટમેન્ટની કમી છે. ઓતપ્રોત થઈ જવાની જે ફીલ હોય એવી તેમનામાં ન હોવાથી હું પણ ક્લાઇમૅક્સનો અનુભવ કરી શકતી નથી.
કાંદિવલી
આ સવાલ તમે ખોટી જગ્યાએ પૂછ્યો છે. તમારે આનો જવાબ પણ તમારી ફ્રેન્ડ્સને જ પૂછી લેવાની જરૂર હતી! જો તે કહે એ બધું સાચું હોય તો પછી સેક્સોલૉજિસ્ટ સુધી જવાની પણ ક્યાં જરૂર છે? ઍનીવે, એક વાત યાદ રાખજો કે દરેક કપલની સેક્સ્યુઅલ લાઇફ યુનિક હોય. એની કમ્પૅરિઝન કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. સામાન્ય રીતે ફોરપ્લે દરમ્યાન રોમૅન્ટિક કહેવાય એવો થોડો સમય ગાળવામાં આવે છે. આ દરમ્યાન શું તમે એવું ધારી બેઠાં છો કે તમને તીવ્ર એક્સાઇટમેન્ટ આપવાની જવાબદારી તમારા હસબન્ડની જ છે? તમારા પતિ તમને પ્રેમ કરે છે, તમારી કાળજી રાખે છે અને સંબંધો ખૂબ જ સારા છે એવું તમે કહો છો; પણ તમે કહેશો ખરાં કે તમારી સેક્સલાઇફને વધુ ઇન્ટરેસ્ટિંગ અને એન્જૉયેબલ બનાવવા માટે તમે શું કરો છો?
ઘણી મહિલાઓ માનતી હોય છે કે સેક્સ માટે એક્સાઇટમેન્ટ લાવવાની જવાબદારી પતિની હોય છે. સેક્સ માટે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે - સંભોગ. આ શબ્દની સંધિ છૂટી પાડો તો આવે છે સમ વત્તા ભોગ. જેમાં બન્ને વ્યક્તિએ ઓતપ્રોત થવું પડે. તમને શું ગમે છે અને શાનાથી ઇચ્છા જાગે છે એ વિચારો અને હસબન્ડને પ્રેમથી વાત કરો. તમે તમારી બૉડીને એક્સપ્લોર કરો અને સાથે મળીને ચરમસીમા મેળવવાની કોશિશ કરો.