વોટ્સએપ પર આવી રહ્યું છે વોટિંગને લગતું એક ખાસ ફીચર, જાણો કેવી રીતે કામ કરશે

07 March, 2022 08:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા ફીચર પોલ પર કામ કરી રહ્યું છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

પ્રતીકાત્મક તસવીર

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જોકે, તેમાં ટેલિગ્રામ કરતાં ઓછા ફીચર્સ છે. સમય-સમય પર વોટ્સએપ યુઝર અનુભવને બહેતર બનાવવા માટે તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે.

આવી ઘણી સુવિધાઓ પણ છે, જે ટેલિગ્રામ પર પહેલાથી જ હાજર છે. આવું જ એક ફીચર પોલ છે, જે અત્યાર સુધી ટેલિગ્રામ પર ઉપલબ્ધ હતું અને ટૂંક સમયમાં WhatsApp પર આવી શકે છે. ચાલો જાણીએ તેની ખાસ વાતો.

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા ફીચર પોલ પર કામ કરી રહ્યું છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. આ ફીચર માત્ર ગ્રુપ ચેટ્સ માટે જ ઉપલબ્ધ હશે, જ્યાં ગ્રુપ મેમ્બર્સ વોટ કરી શકશે. સારી વાત એ છે કે વોટ્સએપના આવનારા ફીચરનો ઉપયોગ ફક્ત ગ્રુપમાં જ થઈ શકશે અને તે ગ્રુપના સભ્યો જ તેને જોઈ શકશે. આ પોલના વોટિંગમાં ગ્રુપની બહારનો કોઈ યુઝર ભાગ લઈ શકશે નહીં.

અત્યારે આ ફીચર વિશે બહુ જાણીતું નથી. રિપોર્ટ્સ અનુસાર, એપ પહેલા આ ફીચરને iOS પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે. બાદમાં તેને એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચર વોટ્સએપ ગ્રુપમાં ખુબ કામ આવી શકે છે. ખાસ કરીને જ્યારે લોકોએ કોઈ બાબત વિશે અભિપ્રાય બનાવવો હોય અથવા કોઈપણ વિષય પર મત આપવો હોય.

પોલ ફીચર વોટિંગનું કામ સરળ બનાવી શકે છે. સારી વાત એ છે કે WhatsAppનું આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. જણાવી દઈએ કે આ ફીચર મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પહેલાથી જ હાજર છે. વોટ્સએપ પર તેની રિલીઝની ચોક્કસ તારીખ નથી, પરંતુ એપ્લિકેશન તેને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.

tech news technology news whatsapp