પંદર વર્ષ બાદ રિયલિટી શોમાં કમબૅક કરી રહી છે ઊર્મિલા માતોંડકર

10 October, 2023 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેમો ડિસોઝા સાથે મળીને ‘ડીઆઇડી સુપર મૉમ્સ’ની ત્રીજી સીઝનને કરશે જજ

ઊર્મિલા માતોંડકર

ઊર્મિલા માતોંડકરને ‘ડીઆઇડી સુપર મૉમ્સ’ માટે બીજી જજ તરીકે પસંદ કરવામાં આવી છે. આ શોને રેમો ડિસોઝા પણ જજ કરવાનો છે. ઝીટીવી પર આ શોની ત્રીજી સીઝન આવી રહી છે. આ વિશે વાત કરતાં ઊર્મિલાએ કહ્યું હતું કે ‘હું પંદર વર્ષ બાદ રિયલિટી શોમાં કમબૅક કરી રહી છું. ‘ડીઆઇડી સુપર મૉમ્સ’ સાથે મારી આ જર્નીને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું. આ શોનો પાર્ટ બનવા માટે હું ખૂબ ખુશ છું, કારણ કે આ શો એવી મમ્મીઓને સ્ટેજ પૂરું પાડી રહ્યો છે જેઓ તેમનું પૅશન ફૉલો કરવા માગે છે. મારા માટે આ શો વુમનહુડને સેલિબ્રેટ કરવા વિશે છે અને એથી જ એ સ્પેશ્યલ પણ છે. રેમો ડિસોઝા સાથે આ શોને જજ કરવા માટે હું આતુર છું.’

entertainment news indian television television news tv show dance india dance remo dsouza urmila matondkar